Young India
Young India.
| Young India |
એક પંખીને આંખો આવી,
મમતા કેરી હેલી આવી,
પિતાજીનુ વ્હાલ આવ્યું ને,
ભાઇ-બહેનની હુંફ આવી, એક પંખીને…
એક પંખીને આંખો આવી,
મિત્ર-સખાની દુનીયા આવી,
શાળા રૂપી કેડી આવી ને,
ગુરૂ રૂપી ચાવી આવી, એક પંખીને…
એક પંખીને આંખો આવી,
સંઘર્ષ કેરી ભરતી આવી,
દરીયાના અફાટ ઘુઘવાટમાં,
પત્ની રૂપી નાવ આવી, એક પંખીને…
એક પંખીને આંખો આવી,
રાજકારણની ઝાંખી આવી,
ભ્રષ્ટાચાર રૂપી ડાકણ કેરી,
લોહી ભરેલી આંખ આવી, એક પંખીને…
એક પંખીને આંખો આવી,
ખુલ્લી મુઠ્ઠીમાં સપના લાવી,
રેત સરખી ક્ષણ મળીને,
કાળી રાત અંધારી આવી, એક પંખીને…
એક પંખીને આંખો આવી,
દેશ-દાઝની ચિંગારી આવી,
શહીદીની માશાલ કેરી,
ક્રાંતીની એને પાંખ આવી, એક પંખીને…
Comments
Post a Comment