Equality






બેઉં સરખા

Equality - Uday Bhatt
Equality
આમ જુઓ તો આપણે બેઉં સરખા,
હું તુજમાં ને તું મુજમાં, 
તું ચાલે મુજ સુધી ને,
હું ચાલું તુજ સુધી,

આમ જુઓ તો આપણે બેઉં સરખા,
હું જગતમાં ને તું ધામમાં,
તું આવે રોજ મુજ મન સુધી ને,
હું આવું રોજ તુજ મુરત સુધી,

આમ જુઓ તો આપણે બેઉં સરખા,
હું મુજમાં ને તું સર્વમાં,
તું ચલાવે સૌનો સંસાર ને,
હું ચલાવું ખુદનો સંસાર,

આમ જુઓ તો આપણે બેઉં સરખા,
તું પથ અને હું પથીક,
તું ખોળે તુજને મુજમાં ને,
હું ખોળું મુજને તુજમાં,

~ પથીક

મનુષ્ય હંમેશા સર્વ મેળવવા ઇચ્છે છે પણ સત્ય નથી ઇચ્છતો, કારણ કે સત્યનો માર્ગ કઠીન છે.  કદાચ સર્વ મળી રહે પણ સત્ય નહી મળે. સિકંદર જ્યારે એક જંગલમાંથી પસાર થતો હોય છે ત્યારે એક ફકિરને ઝાડના થડ પાસે નિંરાતે આરામ કરતો જોવે છે. સિકંદર એની જોડે વાતો વળગે છે. થોડી વાર પછી ફકિર એને પુછે છે કે ભાઇ તું ક્યાં જઇ રહ્યો છે? સિકંદર કહ્યું કે દુનિયા જીતવા. ફકિર કહ્યું કે કેટલી દુનિયા જીતી?  સિકંદર કહ્યું કે લગભગ અડધી. ફકિર કહ્યું કે હવે શું કરીશ? સિકંદર કહ્યું કે બાકીની દુનિયા જીતીશ. ફકિર કહ્યું કે પછી? સિકંદરે કહ્યું કે મોજ કરીશ. ફકિર કહ્યું કે કઇ મોજ? સિકંદર કહ્યું કેમારા રાજ્ય ની નદી કિનારે કોઇ ઝાડના છાંયડે બેઠો બેઠો આખી દુનિયાના બાદશાહ હોવાનો રાજીપો અનુભવીશ.”ફકિર કહ્યું કે આટલું કરતા તને કેટલો સમય લાગશે? સિકંદરએ કહ્યું કે નક્કિ તો નહી કહી શકાય પણ ૨૦-૨૫ વર્ષ તો પાક્કા.  ત્યારે ફકિર કે કહ્યું કે ભાઇ! આટલા વર્ષો બગાડવા કરતા આવતો રે ને મારી બાજુમાં, હું અત્યારે એવું અનુભવી રહ્યો છું. જો ને કેટલી સરસ નદી વહે છે અને મસ્ત મજાનો ઝાડનો છાંયડો છે.”

વાત નાની છે પણ સમજવી અઘરી છે અને એના કરતા રસ્તે ચાલવું કઠીન છે.  આમ તો વાત કહેવી મને પણ સરળ લાગી છે પણ અમલવારી એટલી જ અઘરી. હિટલરનું એક વાક્ય છે – કોઇ જુઠને ૧૦૦ વાર લોકો સમક્ષ પ્રસ્તુત કરો, લોકો એને જ સત્ય સમજી લેશે. ચાલો તો કઇક અમલવારીની અપેક્ષા સાથે…

જય હિંદ.

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?