Aamir - Full Of Life, Is It or Not.
Aamir – The Name root (AIN-M-R [After + Moon + sIt + pRay]) , is indirectly Quranic name which means “prosperous”, one with full of life, one who has a long prosperous life.
| Yeh Gulistaan - India |
આમિર શબ્દને સાંભળીયે તો બે-શક આમિર ખાન
જ નજર સામે આવે, અને ભવિષ્યમાં પણ એ જ આવશે, પણ કારણો જુદા હશે. દેશની જનતાએ જે પ્રેમ
આમીરને આપ્યો છે એ તો એની સંપતિ અને ચાહકવર્ગ નો સરવાળો જોઇને જ ખ્યાલ આવી જાય છે.
મિ. પરફેક્ટનિસ્ટના દરેક મુવીને આપણે બહુ સહજ
રીતે જોયા છે. આપણે આમીર કોઇ ધાર્મિક રીતે કે રાજનીતિક રીતે જોયો નથી. એની દરેક મુવીને
દિલથી ચાહી છે, આટલા વર્ષોમાં આમીર માટે ક્યારેય અણગમાની ભાવના નથી જન્મી, પણ આ વખતે
મિ. પર્ફેક્ટનિસ્ટ થાપ ખાઇ ગયા અને એ બાબત પર કે જેની એના ચાહકોને સહેજે પણ અપેક્ષા
નહોતી. દેશદાઝથી છલકાતી એની મુવી - રંગ દે બસંતી આજે પણ યુવા હૈયાને તરબતર કરે છે.
લગાનમાં દેશભક્તિ અને ક્રિકેટનુ સમાયોજન અદ્ભુત હતુ. મંગલ પાંડે ભલે ના ચાલી પણ માતૄભાવના
એવી ને એવી હતી.
અત્યારના માહોલમાં આમીર પાસે આવું અપેક્ષિત
નહોતુ. અને એ જરા પણ અપેક્ષિત નથી કે આટલો માહોલ ડહોળાયા બાદ પણ એ બહાર આવીને આ ચર્ચાઓને
રોકવાની તસ્દી નથી લેતો. તો શું સમજવું, એ આ જ ચાહે છે કે દેશમાં આવી ચર્ચાઓ ચાલતી
રહે અને શાંતી ડહોળાતી રહે? દેશમાં વાણી સ્વાતંત્ર્ય
છે એટલે તો એ આવું બોલ્યો અને એટલે જ હું આ લખી શક્યો. પણ આનો અર્થ એ નથી કે આપણે એવું
બોલીયે કે દેશની શાંતી ને ખલેલ પહોંચે. એકલા આમીરે જ આ વાત નથે કરી, આ પહેલા પણ ઘણા
નેતાઓ અને અભિનેતાઓએ કરી છે. દેશના માહોલને અનુલક્ષીને જ્યારે બયાન આપે અને ખાસ કરીને
આપણા વિધાનથી આખા દેશને અસર થતી હોય ત્યારે શબ્દોનો પ્રયોગ અને એની પાછળની માનસિકતા
છતી થતી હોય છે. દેશની જનતા કરોડો રૂપિયાની લહાણી એના દેશદાઝ દર્શાવતી સીરીઝ કે મુવી
પર કરતી હોય ત્યારે એને સમજવુ જોઇયે કે મારા બયાનથી શુ અસર થશે. ફક્ત આમીરની જ નહી
પણ દરેક સેલીબ્રીટી અને પબ્લિક ફેસની એ નૈતિક જવાબદારી છે કારણ જે એને ઘણા અનુસરવા
વાળા ચાહકો છે.
અંતમાં એના જ મુવીના એક ડાયલોગને યાદ કરાવી
આપના અંતઃમનને ખોળવાની વિનંતી કે આ સમયે આપ એની જગ્યાએ હોત તો તમે શું કહ્યું અને દેશની
ચર્ચાનો વિષય બન્યા પછી શું પગલા ભરતા હોત? “कोइ
देश पर्फेक्ट नही होता, उसे पर्फेक्ट बनाना पडता है॥.
~ પથીક Uday Bhatt
Comments
Post a Comment