It’s time to think and do for our country


It's Time To Think - Uday Bhatt - Patheek
Time To Think.


There are so many things to think, so many things to do for our country. I can’t resist writing one sentence which I heard in “V for vendetta” movie. “Beneath this mask there is more than flesh, beneath this mask there is an idea, Mr. Creedy, and Ideas are bulletproof.”



ફ્રાંસમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને કઇ રીતે શ્રધ્ધાંજલી આપવી જ્યારે આપણે જ લાગણી થી બુઠ્ઠા થઇ ગયા હોઇયે અને દેશની સરહદ પર જે જવાને શહાદત વહોરી એને જો યાદ કરવાની પણ તસ્દી ના લેતા હોય. આપણે જેટલા જવાનો ખોયા છે એનો હીસાબ માંડીયે તો ફ્રાંસમાં માર્યા ગયેલા નાગરીકો કરતા વધારે જ છે. છતાં આપણે પ્રોફાઇલ પિક્ચરમાં એફિલ ટાવર રાખશું, ફ્રાંસના રાષ્ટ્રધ્વજનાં પ્રતિક સમા કલર રાખશું પણ આપણે આપણો રાષ્ટ્રધ્વજ નહી રાખીયે. કારણ કે જવાનો તો રોજ મરે, ફ્રાંસમાં આવો હુમલો રોજ થોડો થાય છે?  આવી આપણા દેશની બુઠ્ઠી માનસીકતા જ પાકિસ્તાન અને બીજા એવા દેશોને આપણા દેશમાં આતંકવાદ કરવા પ્રોત્સાહન આપે છે. આટ-આટલા દાયકા પછી પણ જો આપણે દાઉદ ને પકડી ના શકતા હોય અને સબુત હોવા છતાં પાકિસ્તાન પાસે ભીખ માંગવી પડતી હોય તો એની પાછળનું કારણ આપણી લાગણીહીનતા જ છે. નહીતો સરકારને બીજા કામ પડતા મુકીને આ કામ પહેલા કરવુ પડે. દેશમાં રોજ રોજ કેટલીયે ઘટના બને છે જે આખા દેશને અસરકરતા હોય છે. મીડીયા પોતાને લાભદાયક નીવડે એવા જ સમાચાર જ ઓન-એર કરે છે.  આપણું મીડીયા ફ્રાંસને જેટલી મહત્વતા આપે છે એટલી મહત્વતા જો દેશની સમસ્યાઓને આપે તો? પણ આપણને આપણી રાષ્ટ્રિય સમસ્યાઓમાં રસ જ નથી, આપણે જુદા અને રાષ્ટ્ર જુદા. કોઇ જવાન શહીદ થાય તો કહીયે કે એ તો એની ફરજ છે, આવી માનસીકતામાં ક્યારે ફેરફાર થાશે? માસ મીડીયા તો જાહેરાતોમાંથી જ નવરી નથી થાતી, સમાચાર કરતા તો જાહેરાતોનો સમય વધારે હોય છે. આપણો દેશ કયા રસ્તે ચાલી રહ્યો છે? (અથવા લઇ જાવામાં આવી રહ્યો છે? – આ મુદ્દે આલગ થી લખી શકય તેમ છે પણ તે next time.) સારા અને પ્રેરણાત્મક સમાચાર કરતા ખુન, બલાત્કાર, ચોરી, ઘોટાલા અને આતંકવાદના જ સમાચાર જોવાના અભરખા વધારે હોય છે. મીડીયાને તો લોકોને જે જોઇયે એ જ પીરસવામાં વધુ રસ હોય, કારણ કે એમાં જ એનો નાણાકીય ફાયદો છે. આપણે કરોડોના ભ્રષ્ટ્રાચાર કરવા વાળાને મત આપતા અચકાતા નથી પણ દેશના સારા ભવિષ્ય માટે લેવાતા નિર્ણયોને ફક્ત રાજકીય પરીપેક્ષ્યમાં વગોવતા જરા પણ શરમ અનુભવતા નથી. દાળના ભાવ ૨.૦૦ રૂ. વધે તો રાજકીય લાભ લેવા નેતાઓ તુટી પડે છે પણ મોબાઇલના કોલ ચાર્જ વધે તો કોઇ જ હલ્લો નહી થાય. પહેલી વાતમાં નેતાને લોકોનું દુઃખ નથી, એમનો રાજકીય ફાયદો છે. બીજી વાતમાં રાજકીય ફાયદો નથી પણ આખરે જો પ્રાઇવેટ કંપનીને ફાયદો થાશે તો પોતાની પાર્ટી ને દાન મળશે અને પછી સત્તામાં આવ્યા પછી કંપનીના ફાયદાવાળા કાયદાઓ ઘડી કાઢશે. પણ આપણને આવુ વિચારવાનો સમય ક્યાં? આપણે તો ફ્રાંસના નાગરીકોને શ્રધ્ધાંજલી આપવાની છે.

આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે જ, આપણે એને ખતમ કરવી જ પડશે, પણ અત્યારે ફ્રાંસ બીજા કોઇ દેશની પરવા કર્યા વગર જ પોતાના દેશનુ રક્ષણ કરવા મંડી પડ્યુ છે. એ કાંઇ આપણા વિચારો અને સલાહની રાહ જોઇ નથી બેઠુ. એ દેશના નાગરીકોને એ દેશની સરકારે વિશ્વાસ બેસાડ્યો છે, એમની પ્રજા પોતાના દેશની સાથે છે, અને આપણે? આપણે એ દેશની ચિંતા કરીયે છીયે જેની ચિંતા કરવા જેવી છે જ નહી. દુનિયામાં આતંકવાદ ના થાય એની ચિંતા કરવાની છે. આપણા જવાનોને પુરતો પગાર મલતો નથી, પેન્શન માટે લડવુ પડે છે તો એવા સંજોગોમાં આપણી નૈતીક ફરજ બને છે કે દેશની સરકાર ઉપર આ બાબત દબાણ કરવું જોઇયે નહી કે ફ્રાંસને દીલાસો આપતું સ્ટેટમેન્ટ આપે. આપણી સૌથી ખરાબ આદત એ છે કે આપણે બધુ બહુ જલ્દીથી ભુલી જાય છીયે. ફ્રાંસમાં કાઇ પહેલી વાર હુમલો નથી થયો. અગણીત વાર થયા છે, ભારતમાં પણ આગણીત વાર થયા છે (ગુગલમાં સર્ચ કરી શકો છો.). આપણા દેશ પરના કેટલા હુમલા આપણને યાદ છે? ૩ થી ૪ સીવાય યાદ નહી હોય. કેમ કે બિજા હુમલા આપણા શહેરોમાં કે ગામમાં નથી થયા, તે સરહદો પર થાય છે, દરરોજ થાય છે.

આખરે હું કાઇ conclusion નહી આપુ. આ બાબતનો આધાર તમારી ઉપર છે, આપ મનોમંથન કરો અને ખાસ તો અમલ કરવાનુ ચાલુ કરો એવી આશા સાથે.
જય હિંદ.

~ Uday Bhatt – Patheek

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality