Emptiness In India
શુન્યતાના સ્પર્શે તારી છબી ઉપસી,
લાગ્યુ એવું જાણે સમય પડે લપસી,
અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી,
પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉકળી.
લાગ્યુ એવું જાણે સમય પડે લપસી,
અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી,
પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉકળી.
પ્રબુદ્ધો દ્વારા દેશને જે દિશા તરફ લઇ જવાઇ રહ્યો છે એ જોતા આવું લખાઇ ગયું. જ્યારે દેશના પ્રબુદ્ધોને જ સહનશીલતા અને અ-સહનશીલતા વચ્ચેનો ખ્યાલ ના હોય તો એની પાસે શું અપેક્ષા રાખી શકાય? ભારતના બુદ્ધિશાળી લોકો સહિષ્ણુતા - અસહિષ્ણુતાના નામે એ.સી. કાર કે ઓફિસમાં બેઠા બેઠા પોતાના પુરસ્કારો પરત કરતા હોય કે બેડરૂમની અંગત વાતોને સાર્વજનીક કરતા હોય, તેને કાશ્મીરી પંડિતોની સમસ્યા કેમ નથી દેખાતી. જ્યારે એને પોતાના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા, માં-બહેનો ઉપર બલાત્કાર કરવામાં આવ્યા, સરે-આમ સળગાવી દેવામાં કે કતલ કરી નાખવામાં આવ્યા ત્યારે આ પ્રબુદ્ધો કે સેલીબ્રિટીની સહનશીલતાની વ્યાખ્યા ક્યાં ગયી હતી? દેશમાં જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે એની વ્યાખ્યા ક્યાં જાય છે? બોર્ડર પર રોજ જવાનો શહિદ થાય છે ત્યારે એની સહનશિલતાની વ્યાખ્યા બદલાઇ જાય છે? બાબાસાહેબ આંબેડકરને કડવા અનુભવ થયા ત્યારે એણે એ પરીસ્થિતીનો સામનો કર્યો. એણે દેશ છોડવાની વાત નથી કરી, પંડિતો પર અત્યાચાર થયા ત્યારે એમણે દેશ છોડવાની વાત નથી કરી, અરે, અત્યારે કાશ્મિરી પંડિતો પોતાના જ દેશમાં શરણાર્થીઓની જેમ રહે છે છતાં પણ એ દેશ છોડવાની વાતો નથી કરતા.
માય ડિયર Intellectual People, આ દેશ ફક્ત તમારા વિચારોથી નથી ચાલતો, દેશના છેડે રહેતો, રોજ કાળી મજુરી કરતો માનવી પણ દેશ માટે ચિંતીત છે. ક્યારેક પાનના ગલ્લે ઉભા રહો, ક્યાંક કોઇ બગીચાનાં બાંકડે બેસી જુવો, કે ચાની કિટલીએ ચા પી આવો. કોઇ કોલેજના કેન્ટીનમાં જઇ નાસ્તો કરી જુવો, કે એક શાળાના પ્રાંગણમાં રીશેષ ટાઇમમાં બાળકોને મળી આવો. દરેક જગ્યાએ સામાન્ય ચિંતિત નાગરીક દેખાશે. એક શાળામાં વર્ગકાર્ય દરમીયાન મારા પુછેલા ભારતના ભાવિ વિશેના સવાલનો જવાબ કોઇને પણ વિચારતા કરી દે તેવો હતો. “સર, આમ તો ભારતમાં બધુ જ છે, સારા થી માંડી ખરાબ, પણ સારા શિક્ષકોની ખામી વધુ છે. જો સારા શિક્ષકો મળે તો અમને બહુ મજા આવે અને દેશ માટે કોઇ કાર્ય કરી શકીયે.” આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેની પાસે મોટર-સાયકલના પૈસા ના હોય પણ સાયકલ પર આવીને કુતરાને બિસ્કિટ ખવડાવવાના પૈસા છે. એવા યુવાનો છે જે નિયમીત ઝુંપડપટ્ટીમાં શિક્ષણ આપવા જાય છે. સ્વચ્છ ભારત અભિયાન તો હજું હમણા આવ્યું એ પહેલા પણ એવા લોકોનો વર્ગ છે જે કચરાનો યોગ્ય જગ્યાએ જ નિકાલ કરે છે. એવા ડોક્ટરો છે જે નિઃશુલ્ક સેવા આપે છે. એટલે જ કહું છું પ્રબુદ્ધો જરા સમજી ને ચાલો. તમને જે ખાલીપણું જોવા મળે છે એ ખાલી નથી. પશ્ચીમી સંસ્કૃતિની તરફદારી કરતા તમારી આંખો પરના ચશ્મા ઉતારો. “Government Should Afraid of People, People Should Not Afraid of Government.” (From “V for Vendetta” Movie).
~ પથીક
Comments
Post a Comment