Now a days India needs Thinkers And Leaders.
Wake Up India
![]() |
| Unite, Be Strong. |
ખાક કરું, રાખ કરું,
પોતાને જાણવા બેંગકોક ફરું,
નિયમોના ટુકડા કરું,
સરકારને બદનામ કરું, ખાક કરું…
ખાક કરું, રાખ કરું,
યુવાને દિશાહિન કહું,
બેંગ્લોર જઇને વાત કરું,
પોતાને જ હાસ્યપાત્ર કરું, ખાક કરું…
ખાક કરું, રાખ કરું,
જનતાને ભવિષ્ય દેખાડું,
ભ્રષ્ટાચારીને દોસ્ત બનાવું,
સાન-ભાન છે નહી તો પણ, રાખ કરું…
આમ
તો કવિતાના નાયક વિશે તો આપને ખ્યાલ આવી જ ગયો હશે એટલે ફોડ પાડવાનો કોઇ અર્થ નથી.
પણ વાત એ છે કે પ્રબુદ્ધોની સંખ્યા પ્રબળ હોવાં છતાં અભણ અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા
લોકો રાજ કરે છે. આટલા વર્ષોથી ભારતમાં રહેવા છતાં જે કાગળ પર જોયા વગર બોલી નથી શકતા
એ લોકો દેશના વિકાસની વાતો કરે છે. અરે, એક ગુજરાતી જો ૧ વર્ષ મહારાષ્ટ્રમાં રહે તો
તેને મરાઠી આવડી બોલતા જાય. પણ ઘણી વાર ભુલો આપણી જ હોય છે. પણ દરેક વખતે નહી. પોતાના
નજીવા સ્વાર્થ ખાતર દેશને બુઠ્ઠી માનસિકતા ધરાવતા લોકોને સોંપી દઇયે છીયે.
આ
વાત આમ તો ચુંટણી વખતે વધુ અપેક્ષિત હોત, પણ એ અલગ મુદ્દો છે જેની અત્યારે ચર્ચા મહત્વની
નથી. જે મહત્વનું છે એ એ છે કે આપણે નેતાઓની આ ટુંકી અને સ્વાર્થલક્ષી રાજનીતીને સમજતા
ક્યારે થઇશું? ક્યારે ગાડરીયા પ્રવાહમાંથી બહાર નીકળીને પોતાનો રસ્તો ચાતરશું? વાત
ટુંકી છે, પણ અસર ઘણી લાંબી છે. એક દિવો આખા વિશ્વને દિપાવી શકે છે. આ દિવો પેટાવો
અને આગળ ધપાવો. બ્લોગના શિર્ષકને સાર્થક કરો એ જ આશા સાથે, જય હિંદ.
~ Uday Bhatt (
પથીક )

Comments
Post a Comment