Who knows
કોને ખબર?
પ્રેમમાં તારી હું તરી ગયો,
કે પછી ડુબી ગયો એ કોને ખબર,
જીવનની આ સંધ્યા ટાણે,
કોઇ સ્વર્ગની હુર મળે કોને ખબર,
જન્નત મને મળે કે ના મળે,
દોજખ મળે જીવતે – જીવ કોને ખબર,
આ તો તુ બે-પરદા નથી ખુદા,
અહીં જ મારી અંદર મળે
કોને ખબર,
પથિક એ તો કોઇ જગા બાકી નથી રાખી,
ક્યાંક મારા પડછાયામાં મળે તો કોને ખબર?
~ પથિક
"Who knows?" is my recent poem. Once i was sitting on beach of Madhavpur-Ghed, Gujarat, suddenly something comes from my heart, and write it down as a poem.
~ Uday Bhatt
Comments
Post a Comment