Romance



આ પ્રણયની મજા તો જુવો,
ના કોઇ શોર કે ના કોઇ નૃત્ય,
ના કોઇ વિણા કે ના કોઇ મૃદંગ,
ના કોઇ ગાયન કે ના કોઇ ગાયક,
છતા કેવુ મજાનું સંગીત છે,

આ પ્રણયની મજા તો જુવો,
ના કોઇ ડુંગર કે ના કોઇ ખાઇ છે,
ના કોઇ જંગલ કે ના કોઇ રણ છે,
ના કોઇ દરીયો કે ના કોઇ વમળ છે,
છતા કેવી મજાની સૃષ્ટી છે,

આ પ્રણયની મજા તો જુવો,
બધી જગ્યાએ તારી હાજરી છે,
ને દરેક ખુણામા તારી કમી છે,
તને ખબર પણ નહી હોય,
તારુ સ્મિત પથીકની જીંદગી છે.

~પથિક

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality