Father
| My Father |
એક વડલો,
ઘેઘુર અને પડછંદ
વડલો,
એકલો છતાં મસ્ત
ફકિર વડલો,
દશે દિશાએ શાખ
પ્રસરાવતો,
સહુ કોઇને એ છાંયા
આપતો.
આવે આવે ઝંઝાવાત
આવે,
આવે મોટા પુર,
લગીરે ના એને
ગાંઠતો,
છો ને લાગે દવ
ઘનઘુર.
આવે આવે મુફલિસ
આવે,
આવે મોટા ભુપ,
રાજા-રંક એક સમાન
દિઠા,
ના નાત જુવે ના
કુળ.
લાવે લાવે પાણી
લાવે,
લાવે મોટા ધુપ,
ના કોઇ આશ ઉંચેરી,
કોઇ હાર ચડાવે
કે ધુળ.
ધીરે ધીરે મૃત્યુ
સમીપે,
ઉભો મોટો શુર,
સઘળુ મહી તિમિર
ભરીને,
ફેલાવ્યુ ચોમેર
નુર.
~પથીક
પિતાજી,
બાપા, પપ્પા, પા કે ડેડ્ડી જે કહો તે, પણ વ્યક્તિ એની એ જ રહેવાની, એની એ જ લાગણી ને
એની એ જ હુફ. માં નુ સ્થાન કોઇ ના લઇ શકે તો શું પિતાનું લઇ શકે? ના, ક્યારેય આ પરીસ્થિતી
બદલાવી શકાતી નથી. પિતા એ માતા-પિતા એમ બન્ને રોલ નિભાવી શકે છે. જીવનમાં ઝેર ના ઘુંટ પીતા પીતા ક્યારે “પિતા” થઇ
જવાય છે એનો તો ખ્યાલ લગાવવો જ રહ્યો. એક પિતા એવુ જીવી જાય છે કે દિકરાને બીજા કોઇ
આઇકોનની જરુર નથી રહેતી.
લખવા
જઇયે તો પાનાં ભરાઇ જાય પણ એના કુટુંબ પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને બલિદાનના કિસ્સાઓ
ખુટે નહી. આમ તો કવિતા મારા પિતાજીને આજના એમના જન્મ-દિન એ સમર્પિત છે. પરંતુ આ કવિતા
વિશ્વના લગભગ દરેક પિતાને એટલી જ લાગુ પડે છે. એટલે જગતના સર્વ પિતાશ્રીઓને મારા દિલથી
વંદન.
Comments
Post a Comment