રક્તરંજિત કલમ

સ્યાહી ક્યાં છે આ કલમમાં?
કોગળા કરે છે એ તો રક્તના!

જ્યાં જ્યાં એનો સ્પર્શ છે,
ચિત્કારો અને વિલાપ છે,

કાળમીંઢ પથ્થરોનો રંગ લઈ,
એ છૂંદાયેલા સપનાઓ લખે છે,

ખપાટ જેવા શ્વેત કાગળ પર,
લોહી તરસ્યું ભવિષ્ય લખે છે,

વાટ નિરખતી નવોઢાનું સિંદૂર લઈ,
એ તો જવાનોની શહીદી લખે છે,

કરી મુફલિસના પ્રસ્વેદની ઉપેક્ષા,
એ તવંગરોની મેજબાની લખે છે,

વાઘા મોંઘેરા દુનિયાએ ભલે પહેર્યા
આજ પથીક એની નગ્નતા લખે છે.

*****************************

स्याही कहाँ है इस कलममें?
उल्टियां करती है यह रक्तकी!

जहाँ जहाँ इसका स्पर्श है,
चीत्कार और विलाप है,

काले पत्थरो का रंग ले कर,
वह रोंदे हुवे सपने लिखती है,

कपाल जैसेे स्वेत कागज पर,
रक्तप्यासा भविष्य लिखती है ।

इंतज़ार करती दुल्हनका सिंदूर लेके,
वह तो जवानोकी शहीदी लिखती है,

दरिद्रोके पसीनेकी उपेक्षा कर के,
वह अमीरोकी मेजबानी लिखती है,

चाहे कपड़े महंगे दुनिया पहेरें,
आज पथीक उसकी नग्नता लिखता है ।

~ પથીક (ઉદય ભટ્ટ)
તા.: ૧૦ મે ૨૦૧૭

Comments

Popular posts from this blog

JNU Issue

हम विरोध क्यों करते है?

રાષ્ટ્રભાવના નો અર્થ અને વ્યાખ્યા