ચાલ મનડા

જીવનના કેટલાક અનુભવોને હાયકુ માં લખવાનો પ્રથમવાર પ્રયાસ કર્યો છે.

ચાલ મનડા
મલક તારો નથી
છોડ દુનિયા

ચાલ મનડા
જિંદગી પીવા ચાલ
થોડી છે બાકી

ચાલ મનડા
તોફાની સાગર છે
હોળી ડૂબે ના

ચાલ મનડા
પ્રણય પ્રાંગણમાં
રમીએ હું તું

ચાલ મનડા
બારણે જોતી વાટ
ભીની કાં આંખ?

ચાલ મનડા
ધરીયે કેસરિયો
મોક્ષ પામવા

ચાલ મનડા
શોધીએ પ્રીત અહીં
સ્વર્ગ છે અહીં

ચાલ મનડા
ખોવાયો છે પથીક
જીવન રાહે

~ પથીક (ઉદય ભટ્ટ)
તા.: 30 એપ્રિલ 2017

Comments

Post a Comment

Popular posts from this blog

JNU Issue

हम विरोध क्यों करते है?

રાષ્ટ્રભાવના નો અર્થ અને વ્યાખ્યા