વિવેક બુદ્ધિ - યહ કિસ ચીડ઼િયા કા નામ હૈ ( પાર્ટ - ૨ )
સૌ વાચકોને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આમ તો વિચાર હતો કે અભિનંદન આપવા માટે ગુગલબાબા નો સહારો લવ પણ ઘણા સંસ્કૃતિ રક્ષકોને એવું લાગશે કે આ ફોરવરડિયા મેસેજ કરી કરીને સંસ્કૃતિનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે એટ્લે થયું કે ચાલો કાંઇક નવીન લખી મોકલીએ.
આમ તો શાસ્ત્રો બહુ વાંચ્યા નથી પણ ઘણાં જ્ઞાનીપુરુષો પાસેથી સાંભળેલું છે કે તમે કોઈની હત્યા કરી નાખો તો પણ પાપ ના લાગે જો હત્યા પાછળનો આપનો ઈરાદો શુદ્ધ હોય, કદાચ કાંઈક ખોટું બોલી નાખો તો પણ ચાલે જો કાંઇ ભલું થાતું હોય. પણ સંસ્કૃતિ રક્ષકોએ આ વાતો સાંભળી નહીં હોય એવું લાગે છે કારણ કે એ લોકો એવું કહે છે કે આ વોટ્સએપ અને ફેસબૂકના જમાનામાં ફોરવરડિયા મેસેજ કરવા એ પણ સંસ્કૃતિનું હનન છે. તો પ્રશ્ન એમ થાય છે કે આ પ્રખર સંસ્કૃતિ રક્ષકો ફોરવર્ડ મેસેજ ના કરવાનાં મેસેજ ફોરવર્ડ કરી કરીને સંસ્કૃતિનું રક્ષણ કઈ રીતે કરે છે? એ મહાશયે તો પોતાનો સંદેશ પોતાના વોટ્સએપ કે ફેસબૂકના દરેક કોન્ટેક્ટને રૂબરૂ જઈને પહોંચાડવો જોઇયે ને? કેટલાંક મહાશયોને તો મોબાઇલ ડેટાના બાઇટસની પણ ચિંતા હોય છે કે એક મેસેજના આટલા બાઇટસ, પછી એક ગ્રુપના આટલા મેમ્બર્સ અને પછી ભારતમાં આટલા લાખ યુઝર્સ, એટ્લે એક દિવસમાં આટલા ગીગાબાઈટનો વપરાશ થાય એટ્લે કંપનીને આટલા લાખનો ફાયદો થાય.
બોલો, આ મહાશયોએ પોતે વેફરના કેટલા પેકેટ આજ દિવસ સુધી ખાઇ ખાઈને ફેંક્યા હશે એની ગણતરી નહીં હોય અને દેશને કેટલી ખોટ જાય છે એનું ભાન નહીં હોય.
આપણી કોન્ટેક્ટ બુક ભલે ગમે તેટલી સમૃદ્ધ હોય પણ સંદેશાની આપ-લે વગર નકામી છે. આજના વ્યસ્ત જમાનામાં કમ સે કમ આપણે એવા કોન્ટેક્ટસને તહેવારોના સમયે મેસેજ કરીને અભિનંદન તો આપી શકીયે છીયે જેને આપણે ઇચ્છીએ તો પણ રૂબરૂ મળી શકાતા નથી. મેસેજ ભલે કોઈનો લખેલો હોય પરંતું લખનારની ભાવના આપણાં દિલ સુધી પહોચી હોય ત્યારે જ આપણે એ મેસેજ બીજા કોઈને ફોરવર્ડ કરતાં હોઇએ છીયે. એટ્લે સંસ્કૃતિના હનનની ચિંતા કર્યા વગર ખૂબ મેસેજ ફોરવર્ડ કરો.
છેલ્લા લેખથી જે તમાચો બાકી હતો એ પૂરો થયો છે. ઇશ્વર નવા વર્ષમાં સંસ્કૃતિ રક્ષકોને ખૂબ સહનશક્તિ આપે એવી પ્રાર્થના.
જય હિન્દ.
તા. : 31-ઓક્ટોબર-2016
Comments
Post a Comment