૧/વાસ્તવિકતા

હું લેખની શરૂઆતમાં જ સ્વીકારું છું કે આ લેખ બદલ મારી ઉપર માછલાં ધોવાશે, આધુનિકતાનાં કપડા પહેરેલા લોકો મને વખોડી નાખશે, વધું ભણેલા, ઉંચ્ચ હોદ્દો ધરાવનાર, બુદ્ધિશાળી લોકો જાહેરમાં લખી શકાય એટલી બધી ગાળો લખી કાઢશે.

એક નજરે જોયેલ પ્રસંગથી શરૂઆત કરું. તા. ૧ - સપ્ટેમ્બર - ૨૦૧૬, રાબેતા મુજબ મારી ઓફીસએ જતો હતો, રોડના એક વળાંક પર એક બહેન ઉલટા પ્રવાહમાં ડ્રાઇવિંગ કરતા હતાં, વળાંક પર એક ભાઇસાહેબનો ભેટો થઈ ગયો, બન્નેના વાહનોનો મેળાપ થતાં સહેજમાં રહી ગયો. "રાબેતા" મુજબ બન્ને એકબીજા સામે કતરાયા, બહેનથી થોડુંક "બોલાઈ" ગયું કે "જોઇને ચલાવતા હો તો!". એજ પ્રમાણે ભાઇ તરફથી વળતો જવાબ મળ્યો કે "તમે રોન્ગમાં હાલો છો તોય મને કેમ કહો છો ? તમારે જોઇને ચલાતું નથી? " બસ, આટલી જ વાત હતી પણ બહેનથી જરાક એવું "બોલાઈ" ગયું જે અહિં લખી શકાય એમ નથી. આતો, પાછળ થી ખબર પડી કે પેલા ભાઇ પોલીસમાં છે એટ્લે બહેનને ના-છૂટકે સમાધાન કરવું પડયું. વાત "થાળે" પડી અને સૌ પોત-પોતાના "યોગ્ય" રસ્તે ચાલવા લાગ્યા. બીજો પ્રસંગ, નામ, ઠામ, કામ લખવાની જરુર નથી આપ સમજી જશો, હમણાં એક રાજનૈતિક પાર્ટીનાં એક "કાર્યકર" પોતાના જ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ ગયા. "કાર્યકર્તા" ઉપર આરોપોની મોટી પસ્તાળ પડી. કેમ કે કાર્યકર્તા રૂમમાં એકલા જ મોજ માણતા હતાં.

આમ તો સ્ત્રી સહનશીલતાનો પર્યાય કહેવાય કારણકે દુનિયાના લગભગ ૯૦% થી વધું દુઃખ ફક્ત સ્ત્રીઓને સ્ત્રી હોવાને કારણે ભોગવવા પડે છે. દુઃખો નું લિસ્ટ તો લાબું છે કદાચ લેખમાં સમાવિષ્ટ પણ કરી નહીં શકાય, છતાં ઉદાહરણ તરીકે,
લગ્ન વગર ૪ -૫ વર્ષ સ્ત્રી કોઈ પુરુષ જોડે સંબંધ રાખે ત્યારબાદ તકરાર થાય તો સામે પક્ષે ૪-૫ વર્ષથી બળાત્કાર ગુજારાયા નો કેસ દાખલ થાય.
લગ્નના અમુક વર્ષો બાદ સાસરીપક્ષ તરફથી દહેજની માગણી બાબત નો કેસ થાય. 
થોડાક વર્ષોના પ્રેમ બાદ જો છોકરીના પક્ષે કોઈ પ્રશ્ન થાય તો છોકરાં ઉપર અંદાજિત ૬ - ૭ પ્રકારના કેસ થઈ જાય.
છુટા-છેડા બાદ પતિદેવ પાસેથી માંડ અમુક હજાર કે લાખ રૂપિયા મલે. એમા કાઈ થોડી જીંદગી પુરી થાય?
આવા તો કંઇક બીજા દુઃખો સ્ત્રીઓ સહન કરે છે.  આમાં આવી સ્ત્રીઓનો "તારણહાર" ફક્ત આપણો કાયદો જ છે. 
પુરુષ સમોવડી થવાના કેટલાંક ગેરફાયદાઓ પણ છે. જેમ કે કોઈ સરકારી કે ખાનગી નોકરીમાં પુરુષો "જેટલું" જ કામ કરવું પડે છે રાત્રે બહુ મોડે સુધી એટ્લે લગભગ 8 વાગ્યા સુધી. ખુબજ મહેનત કરીને ઈજનેર બન્યાં બાદ ફિલ્ડવર્ક પણ મળતું નથી, ફક્ત ઓફિસમાં જ ગોન્ધાઈ રહેવું પડે છે. લશ્કરમાં પણ એને દેશસેવા કાજે બોર્ડર પર પ્રાણ ન્યોછાવર કરવાથી વંચિત રાખવામાં આવે છે. પોલીસદળમાં ઇમર્જન્સી વખતે રાત્રે ફરજ પર નહીં જઇ શકવાને કારણે શહેરને સળગતું રાખી ઉચ્ચક મનએ આખી રાત ઘરમાં જ રહેવું પડે છે. હા, શહેરની કે દેશની સેવાનો લાભ કયારેક કોઈ ભાગ્યશાળીને મળી રહે છે એમા ના નહીં.
અરે અમુક અ-બુદ્ધિશાળી લોકો તો સ્ત્રીઓને મીની સ્કર્ટ કે માઈક્રો સ્કર્ટ પહેરવાની પણ પરવાનગી આપતાં નથી. કદાચ કોઈ છોકરી કે સ્ત્રીનો પહેરવેશ "ભુલથી" આંતર-વસ્ત્રો દેખાઈ જાય એવો હોય તો એમનાં પતિદેવો કે માતા-પિતા ધ્યાન પણ દેતા નથી. પછી જ્યારે કોઈ બજારમાં લુખ્ખા તત્વો છેડતી કરે તો એ જ પતિદેવો કે પિતાજી લુખ્ખા તત્વો જોડે લડી પણ શકતા નથી. ફેશનના નામે મલ્ટીનેશનલ કંપનીઓ સ્ત્રીઓને ભ્રામક જાહેરાતો દેખાડી આવા કપડાઓ વેંચી વેંચીને એમની સુરક્ષા સાથે ચેંડા કરે છે અને સમાજ કે સરકાર કશું કરી શકતી નથી.
નવરાત્રીમાં દર વર્ષે સેંકડો કન્યાઓનો "બળાત્કાર" છાપે ચડે છે. એમનાં બળાત્કારના સબૂત નગરપાલિકા કે કોઈ સામાજિક સંસ્થાવાળા મેદાનમાંથી નવરાત્રી પુરી થયાં બાદ સુંપડ઼ે સુંપડ઼ે ભરી જાય છે. અને આવા "બળાત્કારીઓ" ને કોઈ સજા પણ થતી નથી હોતી, બોલો !

૧/વાસ્તવિકતા એટ્લે વાસ્તવિકતા થી વ્યસ્ત. તમને કદાચ હવે ટાઇટલ સમજાયું હશે. સ્ત્રી સ-શક્તિકરણના નામે શું ચાલી રહ્યુ છે એ નજર સામે હોવાં છતાં પોતાનાં માંહ્યલામાં જોવાની કોઈને દરકાર નથી કેમ કે વ્યક્તિ હોય કે સમાજ, દરેકને સ્ત્રી પાસેથી કાંઈક અગમ્ય અપેક્ષા છે. અને સ્ત્રી આ જ અપેક્ષાનો લાભ (સાચા અર્થમાં ગેર-લાભ) લે છે. સ્ત્રી જાહેરમાં ગાળો બોલે તો સમાજ કહેશે કે બિચારી કેટલું સહન કરે? ક્યારેક તો બળાપો નીકળે જ ને ? જાહેરમાં કોઈ સ્ત્રી-પુરુષ વચ્ચે ઇસ્યુ થાય તો ટોળાંમાથી જેને સ્ત્રી જોડે બાપ-ગોતરે ય સંબંધ ના હોય એ જોયા સમજ્યા વગર સ્ત્રીનો પક્ષ લેશે. ફક્ત સમાજ જ નહીં પોલીસ સ્ટેશન, કચેરી કે કોર્ટ ચલાવતા કર્મચારીઓ પણ નિયમોને બને તેટલો મારી-મચૉડિ સ્ત્રીને સહાય કરશે. સ્ત્રી જાતી માટે દરેક સમાજને હંમેશા સોફ્ટ-કોર્નર રહ્યો છે. સ્ત્રી વંદનીય છે પણ જો એ ખરેખર જ સ્ત્રી હોય.

આ લેખ ફક્ત એવી જ સ્ત્રીઓ માટે છે જે સમાજનો અને સમાજવ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવે છે. આ લેખ એવાં પુરુષો (બાબાઓ, સામાજિક કાર્યકર્તાઓ, રાજનેતાઓ, બિઝનેસમેનો વિગેરે) માટે છે જે ખુલ્લી આંખે સ્ત્રીઓનો ઉપયોગ કરે છે અને સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ કે લક્ષ સુધી પહોંચવાનું પગથિયું સમજે છે. આ લેખ એવાં લોકો માટે છે જે સત્ય જાણવા છતાં પોતાની ઇમેજ, પોતાનાં વિચારો, પોતાનો સ્વાર્થ છોડી શકતા નથી. 

હું આ લેખનું કન્ક્લુઝન નહીં લખું. લખી પણ નહીં શકાય કારણકે સ્ત્રીને ક્યારેય સમજી શકાય એમ નથી. આ લેખનો છેલ્લો ફકરો આપ લખશો. ભલે કાગળ - પેન લઇને ના લખો પણ અંતર-મનમાં જરુર લખજો.

~ ઉદય ભટ્ટ
તા. ૪ - સપ્ટેમ્બર - ૨૦૧૬

Comments

Post a Comment

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality