એક ગઝલની કવિતા

હ્રદય, પ્રણય, પ્રિયતમા, યાદો, સપનાઓ, આશાઓ, કાવ્યો અને ગઝલો હંમેશા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રેમને ક્યારેય શબ્દોમાં ઢાળી શકાય નહીં, પ્રયત્ન પણ વ્યર્થ છે. છતાં પ્રાચિન કાળથી આ પ્રયત્નો ચાલુ છે. પ્રિયપાત્રને આખો દિવસ યાદ કરવું એ એક મીઠી પીડા આપનારું છે.  આ પીડાને ક્યારેક ગીત, ગઝલ કે કાવ્ય નું સ્વરુપ મળે છે.  આવું જ એક વ્યર્થ કાવ્ય ભુલ ચુંક સાથે મમળાવો.

******************************
એલી એ ગઝલ !
તું ક્યાંથી આવી ?
આવી તો આવી,
દિલમાં જગા ક્યાંથી કરી ?
એક તો પ્રિયતમાની હાજરી અસિમિત,
એમાં તારી અડચણો અગણિત,
પ્રભાતે નયનમાંથી વહી ગયેલાં સપનાઓ,
પાછી તું કહે કે જે મળ્યું તેં અપનાવો,
કરું પ્રાર્થના કર જોડી જયાં,
જીભે તુ આવે ચડે ત્યાં,
આ અડધો કોળિયો ગળે અટકે,
તારી અધૂરી પંક્તિ જીભે લટકે,
આ ઓફીસ સુધીના રસ્તા કરડે,
અફાટ મોં ખોલી નિસાસો ભરડે 
એલી એ ગઝલ,
મારી મીટીંગોની વચ્ચે કેમ આવે છે ?
ફાઈલોનાં બુકમાર્ક કેમ ખોઈ નાંખે છે ?
સંધ્યા ટાણે લાલ જાજમ જોઇ,
અભિનેત્રી જેમ કેમ મટકે છે ?
આંગણે રાહ જોતી ઊભી ઊભી ,
આગમનનાં સૂરો કેમ રેલાવે છે ?
એની યાદોને ભાણે પીરસી,
વાળું ટાણે ડુમા શીદ લાવે છે?
પ્રણયને પથારીએ, પડખે સુવાડી,
તું નિંદ્રાદેવીને કેમ ધકેલે છે?
હ્રદયે સપનાઓનું વાવેતર કરી,
"પથીક"ને ફરી કેમ જીવાડે છે ?

~ પથીક (ઉદય ભટ્ટ)
તા. ૨૯-ઓગષ્ટ-૨૦૧૬
******************************

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality