Eternal Love
Eternal Love
![]() |
Eternal Love |
પ્રેમ…
અસીમિત, અકળ,
અગમ્ય,
અપરિચિત, અતુલ્ય,
અમુલ્ય,
કહ્યો સૌએ પણ
કોઇનાથી ના કહેવાયો,
કર્યો સૌએ પણ
કોઇનાથી ના જીરવાયો.
પ્રેમ…
ભરીને,
અસીમિત આભમાં
એક ડગલું,
મુકીને હથેળીમાં
એક દલડું,
પ્રેમ…
જોઇને,
અકળ સૃષ્ટિમાં
એક મનડું,
કર્યું વ્હાલું
એક દુઃખડું,
પ્રેમ…
દઇને,
અગમ્ય અડાબિડમાં
એક ફુલડું,
હાર્યું જીવન
કેરું સમણું,
પ્રેમ…
કરીને,
અપરીચિતને આપ્તજન
રુડું,
તો વેરી થયું
જગ આખું,
પ્રેમ…
માંગીને,
અતુલ્ય નજરાણું
જીવનનું,
ખુદાએ એ જ આપ્યું
દુઆનું
પ્રેમ…
પામીને,
અમુલ્ય અમી સરીખું,
જીવન બન્યું પથીક
સરીખું.
~પથીક.
ધર્મ
પછી કદાચ સૌથી વધારે વિચારાયેલ, લખાયેલ, અનુભવાયેલ વિષય એટલે પ્રેમ. પ્રેમ વિષે ગમે
ત્યારે, ગમે તેટલું લખો તો પણ અધુરું જ લાગે. કદાચ મારી કવિતા અધુરી લાગે, કદાચ મારું આ વાક્ય
અધુરું લાગે, કદાચ તમને તમારું આ વાંચવું અધુરું લાગે છતાં પ્રેમને કારણે જ આ દુનીયા
સંપુર્ણ લાગે છે.

Comments
Post a Comment