હ્રદય, પ્રણય, પ્રિયતમા, યાદો, સપનાઓ, આશાઓ, કાવ્યો અને ગઝલો હંમેશા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રેમને ક્યારેય શબ્દોમાં ઢાળી શકાય નહીં, પ્રયત્ન પણ વ્યર્થ છે. છતાં પ્રાચિન કાળથી આ પ્રયત્નો ચાલુ છે. પ્રિયપાત્રને આખો દિવસ યાદ કરવું એ એક મીઠી પીડા આપનારું છે. આ પીડાને ક્યારેક ગીત, ગઝલ કે કાવ્ય નું સ્વરુપ મળે છે. આવું જ એક વ્યર્થ કાવ્ય ભુલ ચુંક સાથે મમળાવો. ****************************** એલી એ ગઝલ ! તું ક્યાંથી આવી ? આવી તો આવી, દિલમાં જગા ક્યાંથી કરી ? એક તો પ્રિયતમાની હાજરી અસિમિત, એમાં તારી અડચણો અગણિત, પ્રભાતે નયનમાંથી વહી ગયેલાં સપનાઓ, પાછી તું કહે કે જે મળ્યું તેં અપનાવો, કરું પ્રાર્થના કર જોડી જયાં, જીભે તુ આવે ચડે ત્યાં, આ અડધો કોળિયો ગળે અટકે, તારી અધૂરી પંક્તિ જીભે લટકે, આ ઓફીસ સુધીના રસ્તા કરડે, અફાટ મોં ખોલી નિસાસો ભરડે એલી એ ગઝલ, મારી મીટીંગોની વચ્ચે કેમ આવે છે ? ફાઈલોનાં બુકમાર્ક કેમ ખોઈ નાંખે છે ? સંધ્યા ટાણે લાલ જાજમ જોઇ, અભિનેત્રી જેમ કેમ મટકે છે ? આંગણે રાહ જોતી ઊભી ઊભી , આગમનનાં સૂરો કેમ રેલાવે છે ? એની યાદોને ભાણે પીરસી, વાળું ટાણે ડુ...