Poem of the Student
અહા !
સૂરજદાદા જાગે વહેલા
એટલે મમ્મી આવે પહેલા,
ચાદર ખેંચી, બ્રશ પકડાવી,
કહે, ચાલો નાહી લ્યો પહેલા,
સ્કુલ ના આ પગથિયાં,
ને દફતર નો આ ભાર,
છે મમ્મીની એક જ આશ,
હવે ક્યારે થશે હાસ?
શિયાળે પહેરું સ્વેટર ,
ને ચોમાસે રેઇન કોટ,
ટીચર આપે ઠપકો કે,
કેમ હાજરી માં ખોટ?
આ રેખા બિંદુ ઝગડે બહુ,
તો ચોરસ ત્રિકોણ હરખે સહુ,
પ્રમેય, "પથીક" ને આડા વેર,
આ ગણિત બણિતના કડવાં વેણ,
લેશન ટીચર આપે એટલું,
મમ્મી પૂછે, હવે રહ્યું કેટલું?
આટ-આટલા કામ પડ્યા છે,
ચોપડા તારા કેમ પડ્યા છે?
રમતનું આ મેદાન બોલાવે,
પકડા-પકડી ધૂળ ઉડાળે,
છુક છુક કરતી ગાડી દોડાવે,
થપ્પો, ખો-ખો નાક ચડાવે,
સપનાની આ રૂડી નગરીના,
દાદા-દાદી પ્રેમે બોલાવે,
વાર્તા કેરી વિરાસત આપી,
નિંદ્રાદેવી ના ખોળે સુવાડે.
~પથીક (ઉદય ભટ્ટ)
Comments
Post a Comment