Posts

Showing posts from August, 2016

એક ગઝલની કવિતા

Image
હ્રદય, પ્રણય, પ્રિયતમા, યાદો, સપનાઓ, આશાઓ, કાવ્યો અને ગઝલો હંમેશા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રેમને ક્યારેય શબ્દોમાં ઢાળી શકાય નહીં, પ્રયત્ન પણ વ્યર્થ છે. છતાં પ્રાચિન કાળથી આ પ્રયત્નો ચાલુ છે. પ્રિયપાત્રને આખો દિવસ યાદ કરવું એ એક મીઠી પીડા આપનારું છે.  આ પીડાને ક્યારેક ગીત, ગઝલ કે કાવ્ય નું સ્વરુપ મળે છે.  આવું જ એક વ્યર્થ કાવ્ય ભુલ ચુંક સાથે મમળાવો. ****************************** એલી એ ગઝલ ! તું ક્યાંથી આવી ? આવી તો આવી, દિલમાં જગા ક્યાંથી કરી ? એક તો પ્રિયતમાની હાજરી અસિમિત, એમાં તારી અડચણો અગણિત, પ્રભાતે નયનમાંથી વહી ગયેલાં સપનાઓ, પાછી તું કહે કે જે મળ્યું તેં અપનાવો, કરું પ્રાર્થના કર જોડી જયાં, જીભે તુ આવે ચડે ત્યાં, આ અડધો કોળિયો ગળે અટકે, તારી અધૂરી પંક્તિ જીભે લટકે, આ ઓફીસ સુધીના રસ્તા કરડે, અફાટ મોં ખોલી નિસાસો ભરડે  એલી એ ગઝલ, મારી મીટીંગોની વચ્ચે કેમ આવે છે ? ફાઈલોનાં બુકમાર્ક કેમ ખોઈ નાંખે છે ? સંધ્યા ટાણે લાલ જાજમ જોઇ, અભિનેત્રી જેમ કેમ મટકે છે ? આંગણે રાહ જોતી ઊભી ઊભી , આગમનનાં સૂરો કેમ રેલાવે છે ? એની યાદોને ભાણે પીરસી, વાળું ટાણે ડુ...

A Poem On Relation Between Brother And Sister

Image
લાગણીઓ ને શબ્દોની જરુર હોતી નથી, શબ્દોમા હંમેશા કાંઇક ખૂટે છે , પંક્તિઓ અધૂરી લાગે છે, રચના અપૂર્ણ રહે છે. છતાં વર્ષોથી લાગણીઓને શબ્દોથી પુરી કરવાનાં ફોગટ પ્રયત્નો થતા જ રહ...