Posts

Showing posts from December, 2015

Equality

Image
બેઉં સરખા Equality આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું તુજમાં ને તું મુજમાં,   તું ચાલે મુજ સુધી ને, હું ચાલું તુજ સુધી, આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું જગતમાં ને તું ધામમાં, તું આવે રોજ મુજ મન સુધી ને, હું આવું રોજ તુજ મુરત સુધી, આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું મુજમાં ને તું સર્વમાં, તું ચલાવે સૌનો સંસાર ને, હું ચલાવું ખુદનો સંસાર, આમ જુઓ તો આપણે બેઉં સરખા, તું પથ અને હું પથીક, તું ખોળે તુજને મુજમાં ને, હું ખોળું મુજને તુજમાં, ~ પથીક મનુષ્ય હંમેશા સર્વ મેળવવા ઇચ્છે છે પણ સત્ય નથી ઇચ્છતો , કારણ કે સત્યનો માર્ગ કઠીન છે .   કદાચ સર્વ મળી રહે પણ સત્ય નહી મળે . સિકંદર જ્યારે એક જંગલમાંથી પસાર થતો હોય છે ત્યારે એક ફકિર ને ઝાડના થડ પાસે નિંરાતે આરામ કરતો જોવે છે . સિકંદર એની જોડે વાતો એ વળગે છે . થોડી વાર પછી ફકિર એને પુછે છે કે ભાઇ તું ક્યાં જઇ રહ્યો છે ? સિકંદર એ કહ્યું કે દુનિયા જીતવા . ફકિર એ કહ્યું કે કેટલી દુનિયા જીતી ?   સિકંદર એ કહ્યું કે લગભગ અ...

Wealth Is Thoughts Not Money

Image
Today I want to start this blog with 2 lines which make you think.   1. आई मौज फकिर को और दिया झोंपडा फुंक. 2.   ब्रह्म सत्य, जगत मिथ्या. Think Mark Zuckerberg donates a 99% of his Facebook stock or in other word he gives a $45 Billion for charity. ન્યુઝ તો આ જ છે પણ આ સંદર્ભે બીજી બાબત પણ વિચારવા જેવી છે. વ્યક્તિ જે પગથીયાના સહારે સફળતાના શિખરો ઉપર પહોચ્યો હોય એ પગથીયાને નવી જ દિશા આપીને બીજાને પથ-દર્શન કરાવી શક્તો હોય તો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.  “માર્કભાઇ” પહેલા “બિલ્લુભાઇ” એ પણ આ જ ચિલો ચાતર્યો હતો અને આવા તો ઘણા કિસ્સા પરદેશમા જોવા મળે છે. “બિલ”, “માર્ક” અને “સ્ટિવ” આમ તો ત્રણેય ટેક્નોલોજી ક્ષેત્રે મહાન કાર્યો કરી ગયા છે જે દુનિયા કોઇ દિવસ ભુલી શકે તેમ નથી. દરેક ઘરમાં કોમ્પ્યુટરને પહોચાડી અને તેને વિશ્વ સાથે જોડીને ત્રણેય બંદાઓએ ગજબ કમાલ કરી દેખાડ્યો છે.  આ કમાલ બાદ એને પૈસા સાથે નામનાં પણ મળી છે.  આ લોકોએ હંમેશા આ પૈસાને લોક-સેવા માટે વાપરવામાં પાછી-પાની નથી કરી. આમ તો ભારતમાં ટેક્ષ બચાવવા ના બહાના હેઠળ ટ્રસ્ટનાં ત્રાગા ચાલુ જ હોય છે. ...