Emptiness In India
શુન્યતાના સ્પર્શે તારી છબી ઉપસી, લાગ્યુ એવું જાણે સમય પડે લપસી, અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી, પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉકળી. Emptiness પ્રબુદ્ધો દ્વારા દેશને જે દિશા તરફ લઇ જવાઇ રહ્યો છે એ જોતા આવું લખાઇ ગયું. જ્યારે દેશના પ્રબુદ્ધોને જ સહનશીલતા અને અ-સહનશીલતા વચ્ચેનો ખ્યાલ ના હોય તો એની પાસે શું અપેક્ષા રાખી શકાય? ભારતના બુદ્ધિશાળી લોકો સહિષ્ણુતા - અસહિષ્ણુતાના નામે એ.સી. કાર કે ઓફિસમાં બેઠા બેઠા પોતાના પુરસ્કારો પરત કરતા હોય કે બેડરૂમની અંગત વાતોને સાર્વજનીક કરતા હોય, તેને કાશ્મીરી પંડિતોની સમસ્યા કેમ નથી દેખાતી. જ્યારે એને પોતાના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા, માં-બહેનો ઉપર બલાત્કાર કરવામાં આવ્યા, સરે-આમ સળગાવી દેવામાં કે કતલ કરી નાખવામાં આવ્યા ત્યારે આ પ્રબુદ્ધો કે સેલીબ્રિટીની સહનશીલતાની વ્યાખ્યા ક્યાં ગયી હતી? દેશમાં જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે એની વ્યાખ્યા ક્યાં જાય છે? બોર્ડર પર રોજ જવાનો શહિદ થાય છે ત્યારે એની સહનશિલતાની વ્યાખ્યા બદલાઇ જાય છે? બાબાસાહેબ આંબેડકરને કડવા અનુભવ થયા ત્યારે એણે એ પરીસ્થિતીનો સામનો કર્યો. એણે દેશ છોડવાની વાત નથી કરી,...