You Came
તું આવી, મે ચુંબન આપ્યું, બસ જન્નત મળી, સૂર્યનો ઉજાસ મળ્યો, ચંદ્રની શીતળતા મળી, સમયનું અસ્તિત્વ ના રહ્યું, ના મહત્વ કોઇ સ્થળ નું રહ્યું, આલિંગન તો છૂટતું જ ના હતું, કદાચ શ્વાસ છુટી જાય તેમ હતું, ના કોઇ શોર કે કલરવ હતો, બસ તારા પ્રેમનો ઉચ્ચાર હતો, ખોળામાં માથું ને ખભા નો ટેકો હતો, બસ તારી આંગળીઓનો મને સહારો હતો, દ્વૈત માંથી અદ્વૈત થયા આપણે, આ સૃષ્ટિ સ્વર્ગ બનાવી આપણે, પથિક ને તો મળ્યા ખુદા રૂબરૂ હવે, ના રહી જરૂર કોઇ ખુદાઈની હવે. ~ પથીક When you came, i wondered how lucky I am. - Uday Bhatt