Equality
બેઉં સરખા Equality આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું તુજમાં ને તું મુજમાં, તું ચાલે મુજ સુધી ને, હું ચાલું તુજ સુધી, આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું જગતમાં ને તું ધામમાં, તું આવે રોજ મુજ મન સુધી ને, હું આવું રોજ તુજ મુરત સુધી, આમ જુઓ તો આપણે બેઉં સરખા, હું મુજમાં ને તું સર્વમાં, તું ચલાવે સૌનો સંસાર ને, હું ચલાવું ખુદનો સંસાર, આમ જુઓ તો આપણે બેઉં સરખા, તું પથ અને હું પથીક, તું ખોળે તુજને મુજમાં ને, હું ખોળું મુજને તુજમાં, ~ પથીક મનુષ્ય હંમેશા સર્વ મેળવવા ઇચ્છે છે પણ સત્ય નથી ઇચ્છતો , કારણ કે સત્યનો માર્ગ કઠીન છે . કદાચ સર્વ મળી રહે પણ સત્ય નહી મળે . સિકંદર જ્યારે એક જંગલમાંથી પસાર થતો હોય છે ત્યારે એક ફકિર ને ઝાડના થડ પાસે નિંરાતે આરામ કરતો જોવે છે . સિકંદર એની જોડે વાતો એ વળગે છે . થોડી વાર પછી ફકિર એને પુછે છે કે ભાઇ તું ક્યાં જઇ રહ્યો છે ? સિકંદર એ કહ્યું કે દુનિયા જીતવા . ફકિર એ કહ્યું કે કેટલી દુનિયા જીતી ? સિકંદર એ કહ્યું કે લગભગ અ...